ગાંધીનગરના કુડાસણ ખાતે રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન
ગાંધીનગર :
ગાંધીનગરના કુડાસણ ખાતે કેપિટલ કાર્ડિયાક એન્ડ ડાયાબીટીસ કેર હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ખાતે એક નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પ ઓગષ્ટ અને સપ્ટેમ્બર એમ સતત બે મહિના સુધી દર રવિવારે એટલે કે તા.૧૩/૦૮/૨૦૨૩, ૨૦/૦૮/૨૦૨૩, ૨૭/૦૮/૨૦૨૩, ૦૩/૦૯/૨૦૨૩, ૧૦/૦૯/૨૦૨૩, ૧૭/૦૯/૨૦૨૩, ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ દરેક રવિવારે સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં પાટનગરવાસીઓને લાભ લેવા ડો. જયેશ આંબલિયા એ અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં જોડાઇને આપના સ્વાસ્થ્યને લગતી તકલિફ જેવી કે બી.પી., ડાયાબીટીસ, હ્રદય રોગ, થાયરોઇડ, કોલેસ્ટેરોલ તથા અન્ય તમામ પ્રકારની બીમારીઓના સચોટ નિદાન વિશે માર્ગદર્શન મેળવી શકાશે.
કેમ્પનું સ્થળ :
કેપિટલ કાર્ડિયાક એન્ડ ડાયાબીટીસ કેર હોસ્પિટલ,
૪૦૨ / ૪૦૩, ચોથો માળ, ધ અર્બેનિયા કોમ્પ્લેક્ષ, શિવાલય પરિસરની બાજુમાં, પાલ્મ રોડ, કુડાસણ, ગાંધીનગર.
નોંધ :
કેમ્પમાં લાભ લેવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે.
કેમ્પમાં આવો ત્યારે ફાઈલ તેમજ જુના રિપોર્ટ સાથે લાવવા જરૂરી છે.
એપોઈન્ટમેન્ટ લેવા માટે એક દિવસ અગાઉ ફોન પર અથવા રૂબરૂ કેમ્પ સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી.
મો:- 9033440174 / 8141440175