ટ્રીક ટુ ક્રિએટ દ્વારા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઇ
ટ્રીક ટુ ક્રિએટ દ્વારા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. બાળકો દ્વારા નૃત્ય, દેશભક્તિ ગીત, વક્તૃત્વ વ્યક્તવ્ય રજુ કરવામાં આવેલ હતું. જેમાં ભાગ લેનાર તમામ બાળકો રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, મંગલ પાંડે, બાબા સાહેબ, કમલા નેહરુ, શિવાજી મહારાજ, કસ્તુરબા, સરોજિની નાયડુ વગેરે ડ્રેસ પહેરી વેશભૂષા રજુ કરી હતી. આ પ્રસંગે જજ તરીકે મિલાપ ટાટારિઆ ટાઇગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઇનામ અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાથીઓને અનોખી ભેટ અપાતા વિદ્યાથીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ટ્રીક ટુ ક્રિએટના સંચાલિકા હિરલ પંડ્યા એ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષિકાઓ : યાત્રી મેવાડા, જાનવી જોષી, હિમાની પરમાર અને મેહુલ પટેલની મહેનતને બિરદાવી હતી.