ગુજરાત

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં એક જ દિવસમાં ૪૨,૦૦૦થી વધુ નાગરિકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. તા. ૧૬ ઓગસ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો હર્ષભેર પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે રાજ્યની ૯૨ તાલુકા પંચાયતોમાં આજે તા.૧૮ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ૪૨,૦૩૦ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં ૮,૮૬૩ વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ ૯૨૨વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે ૨૮,૮૧૪ શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે ૯૬,૭૯૩ નાગરિકોરાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે. આ ઉપરાંત ૧૯,૪૫૫ વસુધા વંદનમાં વૃક્ષોનું વાવેતર તથા વીર વંદના હેઠળ ૧,૬૮૦વીરો/વિરાંગનાઓ/પરિવારોને સન્માનિત કરાયા છે જ્યારે ૨૧૯ તાલુકા પંચાયતોમાં શિલાફલકમનું અનાવરણ  કરવામાં આવ્યું છે. હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે ૯૬,૭૫૧ નાગરિકોએસામૂહિક પ્રતિજ્ઞા લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છેઅને આગામી તા. ૨૦ ઓગષ્ટ સુધી તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x