લોકોનાં મનમાં એક સવાલ પણ હતો કે અભિનંદન જ્યારે વાઘા બોર્ડરથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં રહેલી મહિલા કોણ હતી.
દિલ્હી :
ભારતીય વાયુસેનાનાં વિંગ કમાંડર અભિનંદન વર્ઘમાન શુક્રવારે રાતે વાઘા બોર્ડરથી ભારત પરત આવી ગયા. અભિનંદનનની વતન વાપસીની તસવીરો દરેકનાં મનમાં લાંબા સમય સુધી તાજા રહેશે. તે વખતે ઘણાં લોકોનાં મનમાં એક સવાલ પણ હતો કે અભિનંદર જ્યારે વાઘા બોર્ડરથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં રહેલી મહિલા કોણ હતી. પહેલા તો લોકોએ કહ્યું કે તે મહિલા તેમની પત્ની છે. પરંતુ થોડી વારમાં તે પાકિસ્તાન પાછી જતી રહી.
હકીકતમાં તે મહિલા પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયમાં ભારતીય મામલાનાં વિભાગની ડાયરેક્ટર ડોક્ટર ફારિહા બુગતી હતાં. ફારિહા એફએસપી અધિકારી છે. જે ભારતનાં આઈએફએસ અધિકારી સમકક્ષ હોય છે. તેઓ વિદેશ મંત્રાલયમાં ભારત સાથે જોડાયેલા મામલાઓની પ્રભારી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના કેસને સંભાળનાર મુખ્ય પાકિસ્તાન અધિકારીઓ માંથી એક છે. જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ મૂકાયો છે. ગયા વર્ષે ઇસ્લામાબાદમાં જાધવના માતા અને પત્ની વચ્ચે મુલાકાત કરાવામાં આવી હતી તે દરમ્યાન પણ ડો.ફારિહા બુગતી હાજર હતા.