મહાશિવરાત્રીએ ગાંધીનગરના પૂરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચન કર્યાં

IMG_20190304_224806

ગાંધીનગર :

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગરના પાદરે આવેલા પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર, જાસપુર, વસ્ત્રાલ અને સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદના કાર્યક્રમો પછી ગાંધીનગર પધાર્યાં હતા.

આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગર પધારતાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવા ધોળેશ્વર મહાદેવ મંદિર ગયા હતા.

ગાંધીનગરના પાદરે આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે. શિવપુરાણમાં પણ ધોળેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ હોવાનું મનાય છે. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોળેશ્વર મંદિરમાં મહાદેવના દર્શન-અર્ચન કરીને પુષ્પ-જળાભિષેક કર્યો હતો.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા હતા.

ધોળેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ પ્રધાન મંત્રીશ્રીનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક-ભક્તોએ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *