સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના P.T. શિક્ષકને ૩ વિદ્યાર્થિનીઓની છેડતીના કેસમાં દોષિત કરાયા
અમદાવાદ :
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સ્પોર્ટસ ટીચર રવિરાજ ચૌહાણની સામેછેડતીના કેસમાં ગત વર્ષે પોલીસે એફઆઈઆર નોંધી હતી. રવિરાજે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકની ૩ વિદ્યાર્થિનીને મોબાઈલમાં અભદ્ર મેસેજ મોકલ્યા હતા અને છેડતી કરી હતી અને જેમાં પોલીસે પોક્સો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બનેલી આ ગંભીર ઘટનામાં પોલીસ તપાસ બાદ નિયમ મુજબ ગ્રાન્ટેડ એવી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મેનેજમેન્ટે પણ ખાતાકીય તપાસ શરૂ કરાવી હતી અને નિવૃત એડી.ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ કે જેઓ ખાતાકીય તપાસ અધિકારી હતી. તેઓ દ્વારા તપાસ શરૂ કરવામા આવી હતી. આ તપાસ શિક્ષક રવિરાજે સ્કૂલના સમય દરમિયાન ભોગ બનનારા બાળાઓને અભદ્ર મેસેજ કર્યા હોવાનું પુરવાર થયુ છે અને સરકારી કર્મચારીને છાજે નહીં એવુ કૃત્ય કર્યુ હોવાથી ગુજરાત રાજ્ય સેવા નિયમો તથા સેવા વર્તણૂક નિયમો હેઠળ આગળની કાર્યવાહી કરવા તેમ અહેવાલ રજૂ ગત મહિને રજૂ કરવામા આવ્યો હતો.