રાષ્ટ્રીય

રાજધાની દિલ્હી 3 દિવસ કરફ્યુ ની સ્થિતી, આવશ્યક સેવાઓ સિવાય સ્કૂલ-કોલેજ સહિત બધું રહેશે બંધ

      G-૨૦ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ૮થી ૧૦ સપ્ટેમ્બર સુધી જાહેર રજા રહેશે.આ ત્રણ દિવસ દરમિયાન શાળા, કોલેજ અને ઓફિસોમાં રજા રહેશે. આ ઉપરાંત મુવમેન્ટવાળા સ્થળો પર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવશે. પોલીસ દિલ્હીવાસીઓને વૈકલ્પિક માર્ગો વિશે પણ માહિતી આપશે. અને દિલ્હીમાં યોજાનારી G-૨૦ કોન્ફરન્સ પહેલા સુરક્ષાની તૈયારીઓ માં પુરે પુરુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દુનિયાના ૨૦ સૌથી શક્તિશાળી દેશોના વડાઓના નું આગમન થશે તેથી સુરક્ષા પણ દિલ્લી પોલીસ દ્વારા કડક રાખવાની ત્યાઈયારી થઈ રહી છે.

        G-૨૦ સમિટ માટે તૈયાર કરાયેલા ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન મુજબ, ૭મીએ મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી, નવી દિલ્હી વિસ્તાર અને અન્ય પ્રતિબંધિત અથવા સુરક્ષા કોર્ડન કરેલા સ્થળોની આસપાસ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે. ડીટીસી બસોને પણ નવી દિલ્હીને અડીને આવેલા અન્ય વિસ્તારોમાંથી ડાયવર્ટ કરવામાં આવશે અથવા બંધ કરવામાં આવશે. ગાઝીપુર, સરાઈ કાલે ખાન અને આનંદ વિહાર ખાતે આંતરરાજ્ય બસો પણ બંધ કરવામાં આવશે. તદઉપરાંત અન્ય માલસામાન વહન કરતા ભારે અને મધ્યમ માલસામાનના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જાે કે, જે વાહનો દિલ્હીની અંદર છે તેમને દિલ્હીની બહાર જવા દેવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારમાં મોટા પાયે મૂવમેન્ટ થશે, તેને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીની તમામ ઓફિસો, મોલ અને માર્કેટ વગેરે ૮મીથી ૧૦મી સુધી બંધ રહેશે.

        ગાઝીપુર, સરાઈ કાલે ખાન અને આનંદ વિહાર ખાતે આંતરરાજ્ય બસો પણ બંધ કરવામાં આવશે. ગુડગાંવ તરફથી આવતી હરિયાણા અને રાજસ્થાનની આંતરરાજ્ય બસોને પણ રાજાેકરી બોર્ડર પર રોકવામાં આવશે અથવા ત્યાંથી મહેરૌલી તરફ મોકલવામાં આવશે. આ સમય દરમિયાન ફક્ત , સરહદ પરથી દૂધ અને દૂધની બનાવટો, શાકભાજી, રાશનની વસ્તુઓ, દવાઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ મેટ્રો સેવા ચાલુ રહેશે.

         જાે કે, સુરક્ષા વ્યવસ્થાના કારણે સુપ્રીમ કોર્ટ, , સેન્ટ્રલ સચિવાલય, ખાન માર્કેટ, જેવા કેટલાક મેટ્રો સ્ટેશન ૮થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે બંધ થઈ શકે છે પરંતુ અન્ય તમામ મેટ્રો સ્ટેશન ખુલ્લા રહેશે અને તમામ લાઈનો પર મેટ્રો દોડશે. ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર એસ.એસ. યાદવે લોકોને અપીલ કરી છે કે G -૨૦ સમિટ દરમિયાન જાે તેઓ રોડ નો ઉપયોગ ન કરે પરંતુ મેટ્રોમાં મુસાફરી કરે તો કોઈ મુશ્કેલી નહીં આવે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ જેવા સ્થળોએ જવા માટે મેટ્રોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x