મિઝોરમમાં રેલવે બ્રિજ બનાવતા બ્રિજ તૂટ્યો :17 લોકોના મોત
મિઝોરમમાં બુધવારે એક અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. સવારે 10:00 વાગ્યે આ અકસ્માત થયો હતો. ઘટના સમયે દરેક મજૂરો પુલ ઉપર કામ કરી રહ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે અત્યારસુધી કાટમાળ માંથી 17 લોકો મળી આવ્યા છે અને હજુ ઘણા લોકો ને વહીવટીતંત્ર દ્વારા મજૂરો ને બચાવવા નું કાર્ય ચાલી રહ્યું છે. ઘટના સમયે બ્રિજ પર 35 થી 40 મજૂરો કામ કરી રહ્યા હતા.
બ્રિજમાં કુલ 4 પિલર છે. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પુલની ઊંચાઈ કુતુબમિનાર કરતાં વધુ છે. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર પડી ગયો છે. આ ગાર્ડર પર બધા મજૂરો કામ કરી રહ્યાં હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પુલની ઊંચાઈ કુતુબમિનાર કરતાં વધુ
છે.