રાજ્ય સરકાર દ્વારા મનપા અને નપા વિસ્તાર માટે જાહેર કરી ગાઈડલાઈન
રાજ્યમાં રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકાર સામે કડકાઈ કરી હતી. ત્યારપછી આજે એક મોટા સમાચાર મળ્યા છે. રાજ્યમાં રખડતાં ઢોર અંગે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે મનપા, નપા માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે નવી નીતિ જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણ વર્ષ માટે લાઇસન્સ ફ્રી રૂ.500 નક્કી કરવામાં આવી હતી. અને એને રિન્યુ કરવા માટે રૂ. 250 ફી નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમ જ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરાવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી નીતિ પણ બનાવવામાં આવી છે. મ
નપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તદઉપરાંત પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ પણ કરાઈ છે.