ગુજરાત

ભાજપે સત્તાનો દૂરઉપયોગ કર્યોઃ ધાનાણી

ગાંધીનગર :

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભગવાનભાઇ બારડને કોર્ટે જામીન આપી સજા 30 દિવસ મોકુફ રાખવામાં આવી છે. ભગવાનભાઇ બારડને કોર્ટે ઉપલી કોર્ટમાં અરજી કરવાનો સમય આપ્યો હતો. આમ સજાની એક પણ દિવસની અમલવારી થઈ નથી. કોર્ટે નિષ્પક્ષતા સાબિત કરવાનો સમય આવ્યો હોવા છતાં ભાજપે સત્તાનો દૂરઉપયોગ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તળે રાજકીય અધપતનની નિશાની સમાન આજનો એક નિર્ણય ગુજરાત વિધાનસભાની અંદર કરવામાં આવ્યો છે. તાલાળા ના ધારાસભ્ય, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન, આહીર સમાજના અગ્રણી એવા ભગાભાઈ બારડ તાલાળા થી ગુજરાત વિધાનસભામાં તેઓ પ્રતિનિધિ કરી રહ્યા છે. ૧૯૯૫ ના એક કેસ તળે નીચલી કોર્ટમાં પેલી તારીખે એમને ૨ વર્ષ કરતા વધુ સજા ફરમાવી અને એ સજા તુરંત ને તુરંત ભગાભાઈ ને જામીન આપી અને ૩૦ દિવસ માટે મોખુફ રાખવામાં આવી તી અને આવતા ૩૦ દિવસ સુધી એ નિર્ણય થી નારાજ હોઈ તો ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે ની મંજુરી આપી હતી, ત્યારે એક પણ દિવસ એ સજાની અમલવારી ધારાસભ્યશ્રી ઉપર નથી થઇ તેમને નિષ્પક્ષતા સાબિત કરવા માટેનો પુરતો અવસર કોર્ટે આપ્યો હતો એમ છતાં ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વએ પોતાના પગ તળેથી રાજકીય જમીન ખસી રહી છે ત્યારે જુનાગઢ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે સમ ખાવા પુરતો એક પણ ધારાસભ્ય નથી અને આવતી લોકસભા ની ચુંટણી માં જુનાગઢ સહીત સમગ્ર ગુજરાત માંથી ભારતીય જનતા પાર્ટી ને ભગાડવાનો ગુજરાતીઓ એ નિર્ણય કર્યો છે આ સ્થિતિ નો સામનો કરવા માટે સત્તા નો દુરઉપયોગ કરી નામદાર કોર્ટે ૩૦ દિવસ સુધી પોતાને અપીલ કરવા માટે અવસર આપ્યો હોવા છતાં એક પણ દિવસ ની સજા કાપ્યા વગર એમને જામીન આપ્યા હોવા છતાં ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી એ ભગાભાઈ જેવા એક કર્મઠ આગેવાન, નિષ્ઠાવાન આગેવાન ઉપર રાજકીય દોષારોપણથી થયેલા નિર્ણયમાં પોતાની ખુલાસો આપવાની પુરતી તક આપવાના બદલે સીધા જ સસ્પેન્ડ કરી અને આવતી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે બોખલાહટ છે એને ખુલી કરી છે.
અંગ્રેજો ની ગુલામીની જંજીરો તોડી અને દેશમાં સંવિધાનના રસ્તે અધિકારની યાત્રાને આગળ ધપાવનારી કોંગ્રેસ પાર્ટી અને એના નેતૃવ ને ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, આવતા દિવસોમાં ઉપલી કોર્ટની અંદર નામદાર સ્પીકરશ્રી ના આ નિર્ણય ને અમે ચેલેન્જ કરશું અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ‘ન્યાય ના દરબારમાં દેર સહી અંધેર નથી, સત્યનો જરૂરથી વિજય થશે’.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x