કોંગ્રેસને મોટો ફટકો, તાલાલાના MLA ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરાયા
ગાંધીનગરઃ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. વિધાનસભાના અધ્યક્ષે તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરી દીધા છે.
માહિતી અનુસાર, તાલાના કોંગ્રેસી ધારાસભ્યને સુત્રાપાડા કોર્ટે ખનિજચોરીના ગુનામાં 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી, જેને લઇને આ પગલું ભરવામાં આવ્યુ છે. ધારાસભ્ય ભગવાન બારડ પર વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચરની જમીનમાંથી 2.83 કરોડની ખનિજચોરી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઇને તેમના પર આઈ. પી.સી 379 અને 420 મુજબ ગુનો નોંધાયો હતો.
આ મામલે સુત્રાપાડા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી, અને વિધાનસભાના અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી દૂર કરી દીધા હતા.