ગુજરાત

કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભાઇ બારડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર આવી.

અમદાવાદ:

તલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર આવી રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા અને કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સમે સુત્રોચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ દેખાવોમાં હાજર રહ્યાં હતા. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ગેર બંધારણીય રીતે ભગવાન ભાઇનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
તેમણે કોર્ટના ચુકાદાની સામે ઉપલી કોર્ટમાં જવા દેવાનો પણ મોકો આપવામાં આવ્યો નથી. ભુતકાળમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પુર્ષોતમ સોલંકી અને અમરેલીના સાંસદ સામે હાઇકોર્ટમાં સાબિત થયો, ત્યારે તેમણે સુપ્રિમ કોર્ટ સુધી જવાનો મોકો આપવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યને કેમ નહીં તમણે ઉમેર્યું કે આજે રાજ્યના જિલ્લા મથકો પર કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આવનારા દિવસોમાં રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલને મળી આવેદન પત્ર આપવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ભાજપ ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માગે છે. પણ લોકોસભામાં કોંગ્રેસ પ્રમુખ શશિકાન્ત પટેલે કહ્યું કે ભારત પાસે જનાધાર નથી માટે કોંગ્રેસ ધારાસભ્યને તોડવાનું અને તેમને ડીસ્ટર્બ કરવાનું કાર્ય કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x