રાષ્ટ્રીય

જાપાન નું ચંદ્ર મિશન ત્રીજી વખત મોકૂફ

         ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ દુનિયાભરના દેશો ધ્રૂજી રહ્યા છે. જાણે ચંદ્ર પર જવાની હરીફાઈ હોય . ત્યારે આ વખતે જાપાને ત્રીજી વખત તેનું ચંદ્ર મિશન સ્થગિત કરવું પડ્યું છે. જાપાન દ્વારા સોમવારના નિર્ધારિત ટેક-ઓફના 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં 28 ઓગસ્ટના રોજ ચંદ્ર લેન્ડરને વહન કરતા રોકેટના પ્રક્ષેપણમાં વિલંબ કર્યો હતો. કારણ કે ખરાબ હવામાન હોવાથી લોન્ચિંગને અસર થઈ રહી હતી. થોડા સમય પછી તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જાપાનની જાપાનીઝ એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી એટલે કે JAXAએ H2-A સાથે આ મિશન માટે તેના સૌથી વિશ્વસનીય હેવી પેલોડ રોકેટની પસંદગી કરી હતી.

         H-IIA રોકેટને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9:26 વાગ્યે લોન્ચ કરવાનું હતું. જે હવે રદ કરવામાં આવી છે. અગાઉ ખરાબ હવામાનને કારણે ગયા સપ્તાહથી તેનું લોન્ચિંગ બે વાર મુલતવી રાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ પહેલા પણ જાપાનને તેના ચંદ્ર મિશનમાં ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે, નાસાના આર્ટેમિસ 1 પર ઓમોટેનાશી નામના ચંદ્રની તપાસને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે મિશન નિષ્ફળ ગયું હતું .

           જાપાનનું આ મૂન મિશન સફળતાપૂર્વક લોન્ચ થશે તો જાપાન વિશ્વનો પાંચમો દેશ બની જશે જે ચંદ્ર પર પોહચ્યો હોય .

હાલમાં નીચેના દેશો ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરી ચૂક્યા છે.

ભારત
અમેરિકા
ચીન
રશિયા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x