બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થશે વરુણ ગાંધી ? અટકળો તેજ
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તોડજોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે અને બધા પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. યુપીના પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાની જ સરકાર સામે બળવો પોકારતા રહે છે. આ જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વરુણ ગાંધી ટૂંક સમયમાં બીજેપી છોડીને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે. તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણી 2024ને લઇ મેદાનમાં ઉતરી આવી ગયા છે, કોંગ્રેસે ફરી એકવાર યુપીમાં અજય રાય પર દાવ લગાવ્યો છે. અજય રાય યુપી પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મૉડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પૂર્વાંચલના અગ્રણી બ્રાહ્મણ ચહેરા લલિતેશ પતિ ત્રિપાઠી માટે કોંગ્રેસના દરવાજા પણ ખોલ્યા હતા. આવામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે ?
યુપીના પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાની જ સરકાર સામે બળવો પોકારતા રહે છે. આ જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વરુણ ગાંધી ટૂંક સમયમાં બીજેપી છોડીને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે, ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફરીથી બીજેપી વિરુદ્ધ મોટેથી બોલી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.
વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું, આ મા અને પુત્ર વચ્ચેનો મામલો છે, મને લાગે છે કે વરુણ ગાંધી ભાજપમાં રહીને તેમનું સ્તર નબળું કરી રહ્યા છે. તેઓ સાંસદ રહી ચુક્યા છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે, તેઓએ ચોક્કસપણે વિચારવું જોઈએ કે તેમને શું કરવું જોઇએ. બીજીબાજુ તેમને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું કે “આ મામલે નિર્ણય પાર્ટીની નેતાગીરી દ્વારા લેવામાં આવશે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.