મોદી સરકારે મહિલાઓને આપી રક્ષાબંધનની ભેટ
રક્ષાબંધન અને ઓણના તહેવાર પર કેન્દ્ર સરકારે બહેનોનો સૌથી મોટી ભેટ આપી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મોદી સરકારે તમામ ગ્રાહકો માટે રાસોઈ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતા કહ્યું કે સરકારે એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીએ તહેવાર પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શન મેળવ્યા બાદ આ શ્રેણીના કુલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ 35 લાખ થશે. ઓગસ્ટ મહિનામાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે 100 રૂપિયાનો કાપ મૂક્યો હતો. આ પછી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા થઈ ગઈ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલોનું છે.