બ્રેકિંગ: OBCને 27 ટકા અનામત, 27 ટકા ઓબીસી અનામતની ભલામણ સ્વીકારવામાં આવી
રાજ્ય સરકારે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે.