સાળંગપુર હનુમાનજીની ઉંચી પ્રતિમાની નીચે ભીંતચિત્રમાં દાદાનું અપમાન કર્યું
સારંગપુર :
સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર હિન્દુઓની લાગણી દુભાય તેવા કામ કેમ કરી રહ્યા છે. આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શિવજી, બ્રહ્માજી અને શ્રીકૃષ્ણ ભગવાનનું પણ અપમાન કર્યું હતું.. થાય છે એમ કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ-દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે.. અને વિવાદ વધ્યા બાદ માફી માગે છે.. ત્યારે સવાલ એ છે કે દેવતાઓમાં સ્વામીત્વને નામે ઠેસ પહોંચાડવાનું કામ શા માટે થઈ રહ્યું છે? ક્યાં સુધી હિન્દુઓની લાગણી દુભાય તેવા વિવાદ થશે?
સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોથી વિવાદ ઉદ્ભવ્યો છે. ભીંતચિત્રો પર હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવાયા છે. હનુમાનજી બે હાથ જોડી વંદન કરતા ચિત્રથી ભક્તોમાં રોષ છે. હનુમાનજી દાદાનું અપમાન થયું હોવાનો ભક્તોનો મત પણ છે. સોશિયલ મીડિયામાં ભીંતચિત્રોની તસ્વીરો વાયરલ થતાં વિવાદ વધ્યો છે. સનાતન ધર્મગુરુ અને સાધુ-સંતોએ વિરોદ નોંધાવ્યો છે. ભીંતચિત્રો હટાવી લેવા માટે બજરંગ દળે અલ્ટીમેટમ આપ્યું છે. સિહોર પોલીસ સ્ટેશનમાં આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં 33 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.