સારંગપુરમાં હનુમાનજીની પ્રતિમા હેઠળના વિવાદિત ભીંતચિત્રો હટાવાયા
સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે અંત આવ્યો છે. આજના સૂર્યોદય સાથે સાળંગપુર મંદિરના ભીંતચિત્રો સાથે સંકળાયેલા વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાતના અંધારામાં જ ભીંતચિત્રોને દૂર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલ ભીંતચિત્રો આખરે હટાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે ત્યાં લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે.
તેની જગ્યાએ હવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગતરોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે ભીંતચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય પહેલા હટાવી લેવામાં આવશે.