6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
દેશના 6 રાજ્યોની 7 બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDIA બન્યા બાદ તેમનું આ પ્રથમ ઇલેકશન છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, જ્યાં 1-1 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે ત્રિપુરામાં બે બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં ઘોસી, ઉત્તરાખંડમાં બાગેશ્વર, બંગાળમાં ધૂપગુરી, ઝારખંડમાં ડુમરી, કેરળમાં પુથુપલ્લી, ત્રિપુરામાં બોક્સાનગર અને ધાનપુર બેઠકો માટે ચૂંટણી યોજાશે.