તહેવારોને લઇ દહેગામ એસટી બસ ડેપો દ્વારા કરાયું એક્સ્ટ્રા બસોનું આયોજન
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે. તહેવારોનો મહિનો કહેવામાં આવે છે રક્ષાબંધનનો બાદ સાતમ-આઠમ સહીતના અન્ય તહેવારો પણ આવી રહ્યા છે. જે તહેવારો દરમિયાન લોકો પોતાના વતન અથવા તો પરીવારજનોના ઘરે મળવા, મુલાકાતે કે ફરવા જતા હોય છે. જેના કારણે એસટી બસોમાં લોકોનો ઘસારો વધી જતો હોય છે. આ ઘસારાને પહોંચી વળવા માટે તેમજ લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે એકસ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી બસડેપો દ્વારા તહેવારોને ધ્યાને રાખી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. દહેગામ એસટી બસ ડેપોના ડેપો મેનેજર ડી. એન. ઓડ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર દહેગામ એસ.ટી ડેપો દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિતે મુસાફર જનતા માટે એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે દહેગામ- દાહોદ, દહેગામ – ગોધરા, દહેગામ – સંતરામપુર, દહેગામ – મોડાસા, દહેગામ – બાયડ, દહેગામ – અમદાવાદ – રાજકોટ,દહેગામ – અમદાવાદ – જુનાગઢ, દહેગામ – અમદાવાદ – દ્વારકા માટે એકસ્ટ્રા બસોનું આયોજન કરેલ છે. વધુ માહિતી માટે એસ.ટી ડેપો દહેગામ ખાતે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી. કંટ્રોલ પોઈન્ટ નંબર 02716 232601 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.