રાષ્ટ્રીય

રાહતના સમાચાર: હવામાન વિભાગે કરી 3 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા કઈક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એકવાર ફરીથી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. જેના કારણે યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. જુલાઈ માસ બાદ દેશના મોટાભાગના વિસ્તારોમાંથી વિરામ લઈ લેતા લોકો ગરમીના કારણે હેરાન પરેશાન થઇ ગયા છે. વરસાદ ન થવાના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા. પાકો પણ સુકાઇ રહ્યા હોવાની ફરીયાદો ખેડૂતો તરફથી ઉઠી રહી છે. એવામાં હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે.

ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળવાની છે. વાતાવરણ બદલાવવા જઈ રહ્યું છે અને એક વખત ફરી વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે.હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 6 સપ્ટેમ્બર એટલે કે આજથી 3 દિવસ સુધી વરસાદની સંભાવના છે. યુપીના 25 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદથી ઉકળાટમાં રાહત મળશે. ખેડૂતોને પણ પાક સિંચાઈમાં ફાયદો થશે. અનેક જગ્યાએ વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x