જગવિખ્યાત મંદિરના મહંત દિલીપદાસજીને અપાઈ મોટી જવાબદારી
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ બનવાવામાં આવ્યા છે. સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જ્યારે નૌતમ સ્વામીની હાકાલપટ્ટી બાદ કરાઈ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.