ગુજરાત

રાજ્યમાં જન્માષ્ટમીને લઈ ભકતોમાં અનેરો થનગનાટ

કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આ અવસર ઉજવવો એ સૌભાગ્ય ગણાય છે. આખું વર્ષ ભક્તો જે અવસરની અધિરા બનીને રાહ જોતા હોય છે તે કાન જન્મની રળિયામણી ઘડી આવી રહી છે. જેને લઈને ભક્તોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 1 SP, 7 DySP, 18 PI, 63 PSI સહિત કુલ 1600 જેટલા પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.. આ સાથે જ અલગ અલગ ટીમો બનાવીને શહેર અને મંદિર પરિસરમાં બંદોબસ્તમાં ગોઠવવવામાં આવશે. કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આ અવસર ઉજવવો એ સૌભાગ્ય ગણાય છે. જેથી આ ક્ષણના સાક્ષી બનવા કૃષ્ણ ભક્તો ઉમટી પડતા હાલ યાત્રાધામ દ્વારકાના આંગણે ભક્તોનો વિશાળ દરિયો ઘૂઘવી રહ્યો છે. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું આનેરું મહત્વ છે.
યાત્રાધામ દ્વારકામાં શ્રી જગત મંદિરમાં જગતના નાથ શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવવામાં આવશે. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જેમાં જગત મંદિરને નયનરમ્ય રોશનીથી શનગારાયું છે. જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x