આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

દિલ્હીમાં G20 સમિટની શાનદાર શરૂઆત: વડાપ્રધાન મોદીએ મહેમાનોનું કર્યું સ્વાગત

આજથી દિલ્હીમાં G20 સમિટની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે દિલ્હીમાં G20 સમિટના પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરવામાં આવશે. દિલ્હીમાં આયોજિત G20 સમિટ આજથી શરૂ થઈ ગઈ છે. જી-20 સમિટના ઉદ્ઘાટન ભાષણમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. PM મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ્ટે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસ, OECD (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના સેક્રેટરી જનરલ મેથિયાસ કોર્મન, IWALA-WTO ડાયરેક્ટર-જનરલ કે Ngozi Okonjo, કોમોરોસના પ્રમુખ, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અઝાલી અસોમાની, ઓમાનના VC અસદ બિન અલી અલીમુર હાર્દિક સ્વાગત કર્યું હતું. 

આ ભારત દેશ માટે ગૌરવની ક્ષણ છે. G20 સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી કરતા પહેલા હું આફ્રિકન યુનિયનના અધ્યક્ષને G20ના સ્થાયી સભ્ય તરીકે તેમની બેઠક લેવા આમંત્રણ આપું છું. કોમોરોસ યુનિયનના પ્રમુખ અને આફ્રિકન યુનિયન (AU)ના અધ્યક્ષ અઝાલી અસુમાનીએ G20ના કાયમી સભ્ય તરીકે પોતાની બેઠક લીધી. આજે દિલ્હીમાં આયોજિત G-20 સમિટના ઉદ્ઘાટન ભાષણમાં વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, અઢી હજાર વર્ષ પહેલા ભારતની ભૂમિએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો કે માનવતાનું કલ્યાણ અને સુખ હંમેશા સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંદેશને યાદ કરીને G20 ની શરૂઆત કરો. આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x