આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પીએમ મોદીનું મોટું એલાન, હવેથી G20ને G21 કહેવામાં આવશે, આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું

ભારતના દિલ્હીમાં G 20 સમિટની રંગેચંગે શરૂઆત થઇ ચુકી છે અને સાથે સાથે પીએમ મોદીએ એક મોટું એલાન પણ કર્યું છે. દુનિયાભરના મોટા નેતાઓ જી20 સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં છે. પીએમ મોદીએ એલાન કરતા કહ્યું કે, હવેથી G20ને G21 કહેવામાં આવશે. આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું છે. આજે અને આવતી કાલે વૈશ્વિક સમસ્યાઓ પર મંથન થવાનું છે. આ કડીમાં પીએમ મોદી અનેક દ્વિપક્ષીય મંત્રણા પણ કરી ચૂક્યા છે. G20 સમિટમાં PM મોદીએ કહ્યું કે, હવેથી G20ને G21 કહેવામાં આવશે. આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું છે. ભારતે પોતાની જાતને ગ્લોબલ સાઉથના લીડર તરીકે સ્થાપિત કરી છે. આફ્રિકન યુનિયનમાં 55 દેશો છે. પીએમ મોદીએ કહ્યું, અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવામાં આવે. મને ખાતરી છે કે તમે બધા આ સાથે સહમત છો. 

તમારી સંમતિથી હું આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનને સભ્ય તરીકે આમંત્રિત કરું છું.દુનિયાભરના મોટા નેતાઓ જી20 સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં છે. આજે અને આવતી કાલે વૈશ્વિક સમસ્યાઓ પર મંથન થવાનું છે. આ કડીમાં પીએમ મોદી અનેક દ્વિપક્ષીય મંત્રણા પણ કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને દ્વિપક્ષીય બેઠક દરમિયાન સ્વતંત્રતા, લોકતંત્ર, માનવાધિકાર, સમાવેશ, બહુલવાદ, અને તમામ નાગરિકો માટે સમાન અવસરોના જોઈન્ટ મૂલ્યો પર ભાર મૂક્યો અને કહ્યું કે આ દેશની સફળતા માટે મહત્વપૂર્ણ હતા. વિદેશી મહેમાનોના સ્વાગત માટે દિલ્હીમાં ખાસ તૈયારીઓ કરાઈ છે. જી 20 સમિટના વેન્યુ ભારત મંડપમમાં નટરાજની શાનદાર પ્રતિમા લગાવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x