વન-ડે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની ઓસ્ટ્રેલિયા
વન-ડે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની ઓસ્ટ્રેલિયા. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા વન-ડે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની છે સાથે સાથે પાકિસ્તાનને પછાડી ટીમે પ્રથમ નંબરનો તાજ હાંસિલ કર્યો છે. ઓસ્ટ્રેલિયા હવે 121 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રવિવારે વન-ડે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 123 રને હરાવીને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પછાડીને વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા હવે 121 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. ભારત 114 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 99 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.