શેર બજાર: નિફ્ટી બેંક, ઓટો, આઇટી, પ્રાઇવેટ બેંક સહિત ક્ષેત્રોમાં હાલ તેજીનો માહોલ
આજે શેર માર્કેટ મામૂલી ઘટાડા સાથે ખુલ્યું હતું. મિડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 2.25 પોઇન્ટ અથવા 0.01 ટકાના મામૂલી વધારા સાથે 19,995.45 પર જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો BSE સેન્સેક્સ 94 અંક વધીને 67221 પર બંધ થયો હતો. આજે ક્ષેત્રોમાં તેજીની વાત કરીએ તો નિફ્ટી બેંક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, આઇટી, પ્રાઇવેટ બેંક, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, હેલ્થકેર, પીએસયુ બેંક, ફાર્મા, મેટલ અને મીડિયા સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 21.06 પોઈન્ટ અથવા 0.03 ટકાના મામૂલી ઘટાડા સાથે 67,220.62ના સ્તર પર જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સના ટોચના 30 શેરોની યાદીમાં 10 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આ યાદીમાં TCS સૌથી વધુ નીચે આવી ગયું છે.