ગાંધીનગરગુજરાત

RTOમાં ધક્કાથી હવે મુક્તિ: હવે શો રૂમમાંથી નંબર પ્લેટ સાથે જ મળશે વાહન

આજથી નિયમોમાં થઈ રહ્યો છે બદલાવ. ગુજરાતમાં નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે, હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે. આજથી વાહન ખરીદનારને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ. નવા વાહન ખરીદનારને આજથી નંબર સાથે જ મળશે વાહન. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે.

14 મી સપ્ટેમ્બર એટલેકે આજથી નવા નિયમનો અમલ થશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x