ગાંધીનગરધર્મ દર્શન

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’ વિષય પરનું ૧૦૩મું પ્રવચન યોજાશે

ગાંધીનગર :

૨૧મી સદી એટલે વિજ્ઞાનની સદી, અનેક શોધોની સદી. આજે માણસ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ચંદ્ર પર પહોંચ્યો છે, સમુદ્રના તળિયે પહોંચ્યો છે. સમગ્ર વિશ્વને એક મુઠ્ઠીમાં સમાવી માહિતીનો ખજાનો એકઠો કરી લીધો છે. એવા સમયે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શબ્દો સહેજે યાદ આવે છે કે, ‘I fear the day that technology will surpass our human interaction. The world will have a generation of idiots.’ અર્થાત્ ‘મને એ વાતનો ડર છે કે એક દિવસ ટેક્નોલોજી આપણા માનવીય સંબંધોથી પણ આગળ વધી જશે. સમગ્ર વિશ્વ પર મૂર્ખ પ્રજાતિ ફેલાશે.’

આજે જ્યારે નાના-નાના બાળકો મોબાઈલની પાછળ પાગલ થતા જોઈએ છીએ, સોશિયલ મીડિયાના લપસણા માર્ગ પર દિશાહીન થતા જોઈએ છીએ, હિંસક વિડીયો ગેમ્સ કે વિકૃત વિડીયો સિરીઝ પાછળ અંધ બનતા જોઈએ છીએ, ત્યારે આઈન્સ્ટાઈનના ઉપરોક્ત શબ્દો સાચા ઠરતા લાગે છે.

તો પ્રશ્ન એ થાય છે કે એવી કઇ બાબતો છે જે સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર સામે પડકાર બનીને ઉભી છે? એવા કયા પરિબળો છે જેનો બાળ માનસ પર પ્રભાવ પડે છે? એના ઉપાય શું છે? આ ચિંતાના સ્વીકાર સાથે એક જાગૃત વાલી તરીકે સોશિયલ મીડિયાના સમયમાં બાળઘડતર કઈ રીતે કરવું જોઈએ? તેનું સચોટ માર્ગદર્શન મેળવવા માટે આર્ષ, ત્રૈમાસિક પ્રવચનમાળા, પ્રવચન-૧૦૩ સામાજિક સમસ્યાના ભાગરૂપે ‘સોશિયલ મીડિયાના યુગમાં બાળઘડતર’ (Parenting in the age of Social media) તારીખ ૨૪-૦૯-૨૦૨૩ રવિવારના રોજ, અક્ષરધામ, હરિમંદિર સભાગૃહ ખાતે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ દરમિયાન યોજાશે. આ પ્રવચનમાં બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલમાં સેવા આપતા જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. હિરેનભાઈ મોદી તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ, મંદિર, મુંબઈ બાળપ્રવૃત્તિમાં સેવા આપતા વિદ્વાન સંત પૂ. અક્ષરકીર્તનદાસ સ્વામી વક્તવ્ય આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x