ગાંધીનગરમાં શરૂ કરાઈ દેશની સૌ પ્રથમ બાળકો માટે નિઃશુલ્ક જ્ઞાન શાળા
ગાંધીનગર :
ગાંધીનગર ગુજરાત માં સામાજિક કાર્યકર, ભારત માતા અભિનંદન સંગઠન (હરિયાણા) ગુજરાત ના અધ્યક્ષ સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધીના બાળકો માટે નિઃશુલ્ક જ્ઞાન શાળા સાંજે 6 વાગ્યે ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન સેક્ટર 14 ખાતે ચલાવવા માં આવે છે. આ બાળકો ને નાસ્તો ચોકલેટ નોટ બુક પેન પેન્સિલ લખવા માટે બોર્ડ વિગેરે વિના મૂલ્યે આપવામાં આવે છે.
આ નિઃશુલ્ક જ્ઞાન શાળા નું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટી ના યુવા 36 નોર્થ ના ધારા સભ્ય શ્રીમતી રિટા બેન પટેલ દ્વારા કરવામાં આવેલ છે.
ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ અભિયાન અને આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ સ્કૂલ કોલેજો માં યોજવામાં આવે છે. અત્યાર સુધી માં 350 થી વધુ સ્કૂલ કોલેજો માં કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જેની નોંધ પોરબંદર ખાતે લઈ ડૉ ગુલાબ ચંદ પટેલ ને સમ્માન કરી અભિનંદન પાઠવેલા છે. સન્માન પત્ર કરવામાં આવેલ છે. ડૉ પટેલ ને પાંચસો થી વધુ સન્માન પત્ર અને પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ડૉ પટેલ છત્તીસગઢ ગ્રંથ મુનિ કોલેજ કવર્ધા ખાતે ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ છે.
આ નિઃશુલ્ક જ્ઞાન શાળા માં સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થઈ, કોણ શહિદ વીરો એ કુરબાની આપી, ભારતીય ઈતિહાસ, સનાતન ધર્મ અને સામાન્ય જ્ઞાન સંસ્કાર સંસ્કૃતી શીખવવામાં આવે છે..
આ બાળકોને દાંડી દર્શન કરાવવામાં આવ્યા છે રક્ષા બંધન જન્માષ્ટમી,સ્વતંત્રતા દિવસ ભક્તિ સંગીત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને બાળકોને નિઃશુલ્ક સંગીત અને કરાટે શીખવવામાં આવે છે.
આ કાર્ય માં સામાજિક કાર્યકર શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ ડૉ પટેલ ને સહયોગ આપી રહ્યા છે.