ગાંધીનગરગુજરાત

હવે ‘કામચોર’ કર્મચારીઓ થશે ઘરભેગા, ફરજિયાત અપાશે નિવૃત્તિ, કર્મચારીઓ માં ફફડાટ

ગાંધીનગર :

ગાંધીનગર: સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મંગળવારે(3 સપ્ટેમ્બરે) ગાઇડલાઇન જાહેર કરી માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે યોગ્ય કામગીરી નહિ જણાય તો 50-55 વર્ષની ઉમરે કર્મચારીઓને નિવૃત કરી શકાશે.

મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 50થી 55 વર્ષમાં નિષ્ક્રિય કર્મચારીઓને ફરજિયાત રીતે સેવામાંથી નિવૃત્તિ આપવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે ગત તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ એક નવી માર્ગદર્શિકાથી જાહેર કકરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ સર્વિસિસ રૂલ્સમાં આ નવા માપદંડો અને પ્રક્રિયા ઉમેરાઈ છે, જો સરકારી કર્મચારીમાં યોગ્ય કામગીરી નહિ જણાય તો કર્મચારીઓને ફરજિયાતપણે નિવૃત્ત કરી શકાશે. કર્મચારીની સેવાઓની સમિક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા છે. સમિક્ષા સમયે કર્મચારીની નોકરીનો તમામ રેકોર્ડ ધ્યાનમાં લેવામાં આવશે. પ્રમાણિત અને બિનઅસરકારક કર્મચારીને કમિટી ફરજિયાત નિવૃત્ત કરી શકશે. આ માર્ગદર્શિકા અંતર્ગત શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે. ફરજિયાત નિવૃત્તિનો કેસ સામાન્ય વહીવટ વિભાગ અથવા મુખ્ય સચિવ સબમિટ કરી શકશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. જેમાં કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા હવે સરકારને આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x