ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા આ વર્ષે નહીં યોજાતા ગરબાપ્રેમીઓ નિરાશ
ગાંધીનગર :
તાજેતરમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમની કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમા ગાંધીનગરની વર્ષો જૂની સંસ્થા ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે. સંજોગોવસાત આ એક વર્ષ નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરવાનો કારોબારીએ સર્વાનુમતે નિર્ણય લીધો છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીએ માત્ર ગાંધીનગરમાં જ નહીં, સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું છે. દર વર્ષે ગુજરાતભરમાંથી લાખો ખેલૈયાઓ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા ઊમટી પડે છે. આ વર્ષે ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં થતું હોવાને કારણે ગરબા પ્રેમીઓ નિરાશ થયા છે. પણ ગરબા પ્રેમીઓની લાગણી આ એક વર્ષ નહીં સંતોષાવાને કારણે દિલગીરી અનુભવીએ છીએ. નવરાત્રી પછી નવેમ્બર મહિનાથી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ચાલુ વર્ષના નિયમિત કાર્યક્રમો રાબેતા મુજબ યોજાશે. તેમ તાજેતરમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સંજોગાવસાત નવરાત્રી કાર્યક્રમ મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવેમ્બરથી તમામ કાર્યક્રમ રાબેતા મુજબ યોજાશે.