ગાંધીનગર

ગાંધીનગરમાં વાહનનાં પંસદગીના નંબરો મેળવવા ઓનલાઈન હરાજી

ગાંધીનગર :

      સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર કચેરી (ફોર વ્હિલર કારની નવી સિરીઝ GJ-18-EB તેમજ જુની સિરિઝ GJ-18-EA, GJ-18-BQ, GJ-18- BS ,GJ-18-BR નુ રિઓક્શન શરૂ કરવામાં આવનાર છે. આથી પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક એમવીપી/૧૪૬૨૦૧૨-૯૮/ભાગ-૧/૬૧૩૧,તા-૧૭-૦૮-૨૦૧૫ ના રોજ સૂચનાઓ આપવામાં આવેલ છે.આ પરિપત્રની સૂચનાઓ જેવી કે, ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રિતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી સરકાશ્રીએ વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે મે.વાહન વ્યવહાર કમિશ્નરશ્રીના પરિપત્ર નંઆઇટી/પસંદગી નંબર/ONLINE AUCTION/૭૪૨૧, તા: ૧૨/૧૦/૨૦૧૭ ની સુચના ONLINE AUCTION થી કરવાનું નક્કી કરેલ છે.

     ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે.આ ઉમેરો રૂ/- 1000 ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESSES જેમ એક જ વખત BIDD PROCESSES કરી શકશે નહી

  ઈ-હરાજી પ્રક્રિયા રજીસ્ટ્રેશન શરૂ થયા તા.17/10/2023,સમય 04:00:00 PM , રજીસ્ટ્રેશન પુર્ણ થયા તા.19/10/2023, સમય 03:59:59 PM , હરાજી શરૂ થયા તા.19/10/2023, સમય 04:00:00 PM, હરાજી પુર્ણ થયા તા. 21/10/202૩, સમય 04:00:00 PM રહેશે.

       ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારની જવાબદારીઓ મા ભાગરૂપે અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે.આ માટે http:/parivahan.gov.in/ parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવો.તેમજ સદર વેબસાઈટ પર લોગઈન કરીને વાહન ખરીદીના દિવસ- ૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપર આપેલ છે. ( જે કચેરીના નોટીસ બોર્ડ અનંે રજીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓક્શનમાં દરમ્યાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી Base price ચુકવવાની રહેશે

  હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ કે ઈ-મેલ થી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે Net banking, Credit card થી ચુકવણું કર્યુ હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI-e pay દ્વારા પરત કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x