ગાંધીનગર

ઉર્મિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નંદનવન આશ્રમ શાળા અને પેથાપુર આંગણવાડીના બાળકો સાથે ધુળેટી રંગોત્સવ ઉજવણી કરી

ગાંધીનગર :
ગાંધીનગરના ઉર્મિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નંદનવન આશ્રમ શાળા અને પેથાપુર આંગણવાડીના બાળકો સાથે હોળી, ધુળેટી નિમિત્તે ધાણી,ખજૂર,વિતરણ કરવામાં આવ્યું હતું અને ધુળેટી રંગોત્સવ ઉજવણી વિદ્યાર્થીઓ સાથે કરી હતી. આ સાથે સંસ્થાના સભ્યોઅે બાળકો સાથે વિવિદ મનોરંજક વાતો કરી તેમને પ્રોત્સાહિત કરવા સાથે તેમને આનંદિત કર્યા હતા. સંસ્થાના સભ્યો સાથે બાળકો હોળી રમીને રોમાંચિત થયાં હતા.
કાર્યક્રમમાં ઉર્મલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિવકા પટેલ, ઉપપ્રમુખ ભૂમિકા પટેલ, ટ્રસ્ટી શ્રી રાજન ત્રિવેદી, ધ્રુવિલ પટેલ, અન્ય મહેમાનમાં નંદનવન આશ્રમશાળાના આચાર્ય યોગેશભાઇ દરજી, હેપ્પી યુથ ક્લબના  સ્થાપક સમીર રામી ઉપરાંત, બ્રિંદશભાઈ પટેલ, ઉર્વી ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *