અમેરિકી રાષ્ટ્રપતિની ઇઝરાયલને ચેતવણી, ગાઝા પર ફરીવાર કબજાને ગણાવી ભૂલ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ રાષ્ટ્રપતિ બાયડેને ઇઝરાયલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. જયારે હવે રાષ્ટ્રપતિ બાયડેને ઇઝરાયલને ગાઝા પર ફરીવાર કબજો કરવો એ ભૂલ ગણાવી ચેતવણી આપી છે.
અગાઉ રાષ્ટ્રપતિ બાયડેન ઈઝરાયલની મજબૂત રીતે તરફેણ કરી રહ્યા ત્યાર બાદ તેમણે ઈઝરાયલને ચેતવણી આપી છે અને કહ્યું કે, ગાઝા પર ફરીવાર કબજો કરવો એ ઈઝરાયલની મોટી ભૂલ સાબિત થશે. ઈઝરાયેલની સેનાએ ગાઝાની સરહદે ટેન્ક તૈનાત કરી છે અને કહ્યું છે કે ઉગ્રવાદી જૂથને ખતમ કરવા માટે મોટા પાયે ઓપરેશન કરવામાં આવશે. ઈઝરાયેલના ભારે હવાઈ હુમલામાં સમગ્ર ગાઝા પટ્ટી તબાહ થઈ ગઈ છે.