સમલૈંગિક લગ્નને માન્યતા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ થોડાક સમયમાં આપશે નિર્ણય
સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય થોડાક સમયમાં આવી રહ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ હાલમાં ચુકાદો વાંચી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે 18 એપ્રિલથી કેસની સુનાવણી શરૂ કરી હતી. 11મી મેના રોજ કેસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં લગભગ 20 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં સમલિંગી યુગલો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, LGBTQIA+ વગેરેનો સમાવેશ થાય છે. સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની 5 જજોની બેન્ચે 11 મેના રોજ આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વાસ્તવમાં આ મુદ્દે 18 અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ માંગ કરી છે કે આ પ્રકારના લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે.