ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે આપ્યું રાજીનામું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું આપી દીધું છે. રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે,
હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે. સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.