રાષ્ટ્રીય

મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ

મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 17 સપ્ટેમ્બરે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગ્રુપ સી અને ગ્રુપ બી કેટેગરીના કર્મચારીઓને 30 દિવસના પગારની બરાબર રકમ મળશે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે.

દિવાળી પહેલા આ સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ છે. નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા 7,000 રૂપિયા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરી શકે છે.

મોંઘવારી ભથ્થું 4 ટકા વધીને 46 ટકા થવાની શક્યતા છે. કેબિનેટની બેઠક બુધવારે (18 ઓક્ટોબર) સવારે 10.30 કલાકે મળવાની છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x