ગુજરાત

રાજ્યમાં હાર્ટએટેકથી 4 યુવાનોના મોત નિપજ્યા

આજકાલ હૃદયરોગના હુમલાના કેસ વધી રહ્યા છે. એમાંય ખાસ નાની વયમાં હાર્ટએટેક આવવાના કિસ્સા સામે આવ્યા છે. હાલ ગુજરાત રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોતના કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં વાત કરીએ તો સુરત, અમદાવાદ, રાજકોટ, ખેડા જિલ્લામાં નાની વયે યુવકોને હાર્ટએટેકના કેસ સામે આવ્યા છે અને તેમાંય હમણાં જે કેસ સામે આવ્યા છે એ ગરબે ઘૂમતા કે જાહેરમાં થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના પલસાણાની સર્વોદય સોસાયટીમાં રાહુલ રાઠોડ નામનો યુવક ગરબાના તાલે ઝુમી રહ્યો હતો અને અચાનક  ઢળી પડ્યો હતો. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક દષ્ટીએ યુવકનું મોત હાર્ટ અટેકથી થયાનું મનાવામાં આવી રહ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. બીજા કેસની વાત કરીએ તો ખેડાના કપડવંજમાં  છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે. કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ ગયા છે.

અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. મૃતક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. પોસ્ટમોર્ટમ બાદ હાર્ટએટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x