ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપી 20 કરોડની માંગ કરાતા ખળભળાટ
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે.
આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મળેલી જાણકારી મુજબ, આ ધમકી ગુરુવારે (27 ઓક્ટોબર)ના રોજ સાંજે મળી હતી. અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી અગાઉ પણ આવી હોય એવા કિસ્સા સામે આવ્યા હતા જે સમયે પોલીસે કાર્યવાહી કરી હતી. હાલ આ ધમકી ભર્યો ઇ મેલ મળતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.