વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે
આજે ભારતના વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે એટલે કે બે દિવસીના ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન આજે સૌપ્રથમ અંબાજી દર્શનાર્થે જશે. જ્યાં આદિવાસીઓ દ્વારા તેઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. 30 અને 31 ઓક્ટોબરે સરદાર પટેલની 148મી જન્મ જયંતીને લઈને કેવડીયા કોલોનીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે તેઓ એકતા નગર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. ત્યાર બાદ મહેસાણાનાં ડભોડા ખાતે જનસભાને સંબોધન કરશે. તેમજ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ
પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. જે પરિયોજનાઓનું લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવશે તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)નો ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ (એન) સેક્શન સામેલ છે. વિરમગામ – સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ; કાટોસન રોડ-બેચરાજી – મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ; મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ; બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેની બે યોજનાઓ; અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરી યોજના – હેડ વર્ક (એચડબ્લ્યુ) અને 80 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.