ગાંધીનગરગુજરાત

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે હેરિટેજ ટ્રેન અને સહકાર ભવનની આજે ભેટ આપશે પીએમ મોદી

કેવડીયા ખાતે આજે હેરિટેજ ટ્રેન તેમજ સહકાર ભવનનું લોકાર્પણ કરશે પીએમ મોદી

વડાપ્રધાન મોદી બે દિવસીય ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રવાસના પ્રથમ દિવસે લોકોને કરોડોના વિકાસકામોના વડાપ્રધાને ભેટ આપી છે. આજે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી કેવડીયા ખાતે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આજે કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપશે તેમજ વડાપ્રધાન મોદી એકતાનગર ખાતે સહકાર ભવનનું લોકાર્પણ પણ કરશે.

                   બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને અને વિકાસકાર્યો ભેટ આપી છે. પીએમ મોદીએ સૌ પ્રથમ અંબાજીમાં માં અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને ત્યાં લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજે સરદાર પટેલની જન્મ જયંતી છે ત્યારે વડાપ્રધાન કેવડીયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ વિકાસ કાર્યોની લોકોને ભેટ આપશે. જેમાં વાત કરીએ તો કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને પ્રધાનસેવક મોદી લીલીઝંડી આપશે તેમજ એકતાનગર ખાતે સહકાર ભવનનું લોકાર્પણ પણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા નગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે હેરિટેજ ટ્રેન દોડશે. લોકાર્પણ થનાર ભવનની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સહકાર ભવન છે. જેને ₹81 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સહકાર ભવનમાં અદ્યતન સુવિધા ઉપલ્બધ છે. જેની અંદર ગેસ્ટ હાઉસ બિલ્ડીંગમાં AC, TV તથા WiFi સહિતની અદ્યતન સુવિધા રહેશે. આ ઉપરાંત ભવનમાં 5 VIP રૂમ, 28 DELUX રૂમ, 45-છ બેડના રૂમ છે. કુલ 360 વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 136 વ્યક્તિઓ માટે જનરલ ડાઈનીંગ, 56 વ્યક્તિઓ માટે VIP ડાઈનીંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમજ આ ભવનમાં ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ચિત્રકળાના નમૂના તથા મંદિર છે.

હેરિટેજ ટ્રેનની વિશેષતાઓ

-ટ્રેનનો મોટર કોચ સ્ટીમ લોકોમોટિવ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા

-એસી રેસ્ટોરન્ટ ડાઇનિંગ કાર 28 મુસાફરો માટે બેઠક ક્ષમતા

-આ ટ્રેનમાં 144 લોકો મુસાફરી કરી શકશે તેમજ 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ સુવિધા પકેવડીયા ખાતે આજે હેરિટેજ ટ્રેન તેમજ સહકાર ભવનનું લોકાર્પણ કરશે પીએમ મોદીણ રાખવામાં આવી છે.

-બાહ્ય દિવાલો PU પેઇન્ટેડ અને થીમ આધારિત વિનાઇલ રેપિંગ સાથે આવરી લેવામાં આવી છે

-તમામ સ્ટેનલેસ સ્ટીલ અને ઇલેક્ટ્રિકલી સંચાલિત સાધનો સાથે ફ્લેમલેસ પેન્ટ્રી વ્યવસ્થા

-4 કોચની આ ટ્રેનમાં શતાબ્દી ચેરકાર જેટલું ભાડું લેવાશે. અગાઉ સાઉથ રેલવેમાં આ પ્રકારની ટ્રેન કાર્યરત હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદથી વિસ્ટાડોમ કોચ સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવ્યા હતા.

-હવે હેરિટેજ ટ્રેન ચલાવવાથી દિવાળી વેકેશનમાં ફરવા આવનાર મુસાફરોને એક અલગ અનુભવ થશે.

-TEJAS એક્સપ્રેસ કોચ જેવી લગેજ રેક વ્યવસ્થા

ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓટોમેટિક કમ્પાર્ટમેન્ટ સ્લાઈડિંગ દરવાજા

-ચાલુ ટ્રેનમાં રેસ્ટોરન્ટની જેમ જમવાનો પણ અલગ જ અનુભવ થશે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે.

-હેરિટેજ ટ્રેનના એન્જિનને જૂના જમાનાના સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે, જેને પગલે મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેવું અનુભવ થઈ શકે.

-ઇલેક્ટ્રિક એન્જિનને સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે. 3 મહિનાની મહેનત બાદ આ એન્જિન તૈયાર થયું છે. 100 કિલોમીટરની સ્પીડ 144 મુસાફરોની ક્ષમતા 28 મુસાફર સાથે જમી શકશે. તેમજ વિસ્ટાડોમ જેવા વિન્ડો કાચ આપવામાં આવ્યા છે.

-સાગના લાકડાના ડાઇનિંગ ટેબલ અને ગાદીવાળી બેઠકો સાથે 2-સીટર સોફા,બ્રાન્ડેડ ફિટિંગ સાથે FRP મોડ્યુલર ટોઇલેટ

-જીપીએસ આધારિત પબ્લિક એડ્રેસ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (PAPIS) આમ્ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ટ્રેનને વડાપ્રધાન આજે લીલીઝંડી આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x