ગાંધીનગર

અંકિત પંચાલ (સામાજિક કાર્યકર) ને ઈમામ સાહેબ અને શ્રીમતી અમન લવલી મોંગા નાં વરદ હસ્તે સન્માનિત કર્યા

ગાંધીનગર :

સિરસા માં આયોજિત અમીર સત્ય ફાઉન્ડેશન, ભારત ની ટીમ દ્વારા પ્રતિભાશાળી લોકોને મંચ આપવા નાં ઉદેશ્ય થી આયોજિત “એક ઉડાન મંજિલ કી ઓર” કાર્યક્રમ અમીર વર્લ્ડ એચીવર એવોર્ડ-૨૦૧૯ માં ગુજરાત નાં સામાજિક કાર્યકર તરીકે કાર્ય સાથે સંકળાયેલ અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ સંગઠન મહાસચિવ, પ્રદેશ સંયોજક એવા શ્રી અંકિત પંચાલ ને મુખ્ય અતિથી ચીફ ઈમામ ઓફ ઇન્ડિયા ઈમામ ઉમર ઇલ્યાસ સાહેબ અને અમીર સત્ય ફાઉન્ડેશન, ભારત નાં સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અમન લવલી મોંગા મેડમ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અંકિત પંચાલ ને પૂછતા તેઓ એ પોતાના અભિપ્રાય આપતા જણાવ્યું કે આખા ભારતમાં થી એક હાજર લોકો માં થી ૧૦૧ લોકો ને સન્માનિત કરવામાં આવ્યાં એમાં એક છે શ્રી અંકિત પંચાલ દ્વારા જણાવેલ છે કે આ એવોર્ડ માં ગુજરાત માંથી બીજા નામમાં શ્રીમતી રીચા ઠાકર અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું નામ પણ હતું. આ કાર્યક્રમ માં બોલીવુડ અભિનેતા અને મહાભારતનાં ધુતરાષ્ટ્ર શ્રી ગિરજાશંકર, પૂર્વ કેન્દ્રિય ચેરમેન બાલ શ્રમ બોર્ડ, ભારત સરકાર, રાજસ્થાનનાં સામજિક કાર્યકર એવા રાજ કંવર રાઠોરજી, ભેરૂ સિંહ રાજ પુરોહિત, નુર લવલી મોંગા ગણી નામી હસ્તીઓ નાં મહેમાન સ્થાને આયોજન સફળ બનાવ્યું. શ્રી અંકિત પંચાલ જે ગુજરાત માં બહુજ સારી સામજિક સેવા સાથે સાથે રાજકીય ક્ષેત્ર માં પણ નામનાં મેળવી છે. અંકિત પંચાલ આજ રીતે પોતાનું અને પોતાના પરિવાર સાથે સાથે પોતાના સમાજ નું પણ નામ આગળ વધારો તેવી શુભેચ્છાઓ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x