ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618 લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા છે. જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આંકડાઓ મુજબ સૌથી વધુ અકસ્માત પાછળ ઓવરસ્પીડ હોવાનું સામે આવ્યું છે. હેલમેટ વગરના 1 હજાર 814 અને સીટ બેલ્ટ વિનાના 891 વાહનચાલકના મોત નિપજ્યા છે.

એટલું જ નહીં અકસ્માતમાં મોત થનાર 108 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. વાહનની ટક્કરથી 1 હજાર 568 લોકોએ જીવ ગૂમાવ્યા છે. જ્યારે 1 હજાર 165ને ગંભીર ઈજા થઈ હતી. સાથે જ એક વર્ષમાં 161 સાયકલ ચાલકના પણ મોત થયા છે અને 128 સાયકલ ચાલક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય ટુ વ્હીલરમાં 3 હજાર 381, રિક્ષામાં 886, કારમાં 1 હજાર 45, ટ્રકમાં 645 અને બસમાં સવારી કરતા 109 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x