ગાંધીનગર

અડાલજ નર્મદા કેનાલ નજીક હાઇવે પર BMW કારના ચાલકે પતરાની રેલીંગમાં કાર ઘુસાડી સર્જ્યો અકસ્માત

રાજયમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલ નજીક હાઇવે રોડ ઉપર ગઈ મોડી રાતે BMWના ચાલકે પોતાની કાર પૂર ઝડપે ચલાવી ડિવાઇડરની એસએસ પતરાની રેલીંગમાં કાર ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં કારની ડાબી સાઈડની આગળની બાજુથી છેક પાછળ સુધી પતરાની રેલીંગ આરપાર નીકળી ગઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં કારની તમામ એરબેગ ખુલી ગઈ હોવાની માહિતી સાંપડી રહી છે. અકસ્માત સર્જનાર શખ્સો ભૂગર્ભમાં ઉતરી જતાં અડાલજ પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x