ગાંધીનગરગુજરાત

સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ, આજથી દુકાનો રાબેતા મુજબ ખુલશે

રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકો પોતાની પડતર માંગોને લઇ હળતાળ પર ઉતર્યા હતા અને તેના કારણે ઘણી સમસ્યાઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આજથી એટલે કે તા.3 નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે આ વિશે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે. સસ્તા અનાજની દુકાનધારકોના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાયા બાદ હડતાળ સમેટાઈ ગઈ છે. આજથી સસ્તા અનાજની દુકાનો રાબેતા મુજબ ખુલશે.

દુકાનદારોની માંગ વિષે થોડું સમજીએ : ગુજરાતમાં જેટલી સસ્તા અનાજની દુકાન છે, તેમાં 300 કરતા ઓછા રેશનકાર્ડ રજિસ્ટર થયા હોય તેવી દુકાનોને રાજ્ય સરકાર દ્વારા રુ. 20,000 જેટલું કમિશન આપવામાં આવે છે. જ્યારે 300થી વધુ રેશનકાર્ડ ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર તરફથી કોઈ કમિશન આપવામાં આવતું નથી. ત્યારે સરકાર તમામ રેશનિંગની દુકાનધારકોને 20,000 રૂપિયા કમિશન આપે તેવી વેપારીઓની માંગ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x