ભાજપે રાજસ્થાનની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર
રાજસ્થાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહાજંગ છે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધી છે. આ સાથે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. જેમાં ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ નામ પીએમ મોદીનું છે. જેમાં વધુ,
1. નરેન્દ્ર મોદી
2. જગત પ્રકાશ નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિત શાહ
5. નીતિન ગડકરી
6. યોગી આદિત્યનાથ
7. શિવરાજ સિંહ ચૌહાણ
8. હિમંતા બિસ્વા સરમા
9. પિયુષ ગોયલ
10. પ્રહલાદ જોષી
11. ધર્મેન્દ્ર પ્રધાન
12. સ્મૃતિ ઈરાની
13. ગજેન્દ્ર સિંહ શેખાવત
14. ભૂપેન્દ્ર યાદવ
15. અનુરાગ ઠાકુર
16. અર્જુન રામ મેઘવાલ
17. પરશોત્તમ રૂપાલા
18. અર્જુન મુંડા
19. કૈલાશ ચૌધરી
20. કૃષ્ણપાલ ગુર્જર
21. ડૉ. સંજીવ કુમાર બાલ્યાન
22. અરુણ સિંહ
23. સીપી જોશી
24. વસુંધરા રાજે
25. રાજેન્દ્ર રાઠોડ
26. સતીશ પુનિયા
27. ઓમ પ્રકાશ માથુર
28. કેશવ પ્રસાદ મૌર્ય
29. નીતિન પટેલ
30. કુલદીપ બિશ્નોઈ
31. ચંદ્રશેખર
32. અલકા ગુજર
33. ડૉ. કિરોરી લાલ મીના
34. મનોજ તિવારી
35. ઘનશ્યામ તિવારી
36. રાજેન્દ્ર ગેહલોત
37. અરુણ ચતુર્વેદી
38. કનકમલ કટારા
39. પીપી ચૌધરી
40. રંજીતા કોલી
લિસ્ટમાં નીતિન પટેલનો પણ સમાવેશ કરવાં આવ્યો છે. ત્યારે નીતિન પટેલ રાજસ્થાનમાં સભાઓ ગઝવશે.