ahemdabadગુજરાત

જાહેરનામું: અમદાવાદીઓ રાતે 2 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકશે

દિવાળીના તહેવારોમાં પ્રદુષણ ઓછું ફેલાય અને લોકોનો ઉત્સાહ પણ જળવાઈ રહે તે માટે ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અને અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી જળવાય તે માટે ફટાકડાના ખરીદ,વેચાણ અને ઉપયોગને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીમાં ફટાકડા ફોડવાને લઇ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદના લોકોને દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવા સમય આપવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, શહેરીજનો રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, સ્કૂલ, ન્યાયાલય, એરપોર્ટ, પેટ્રોલ પંપ અને ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજયાનો વિસ્તાર સાયલન્ટ ઝોન ગણાશે, જ્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત પ્રદૂષણ વધવાની શક્યતાને જોતા ફટાકડાની લૂમ ફોડવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આટલું જ નહીં, લાઈસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જ્યારે ઈ-કોમર્સ વેબ સાઈટ પર ફટાકડાનું ઓનલાઈન વેચાણ થઈ શકશે નહી. આ સિવાય ચાઈનીઝ તુક્કલના વેચાણ અને તેને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાતે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x