ગાંધીનગર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં નોધો કાઢી આપવા માટે લાંચ માંગતો એક આરોપી ઝડપાયો
ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર મામલતદાર કચેરીમાં એસીબી દ્વારા રેડ પાડવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે. મળેલી જાણકારી અનુસાર એસીબી દ્વારા ગાંધીનગર મામલતદાર કચેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી લીધા હોવાની સાંપડી રહી છે.
ગાંધીનગર મામલતદાર કચેરીમાં રેકોર્ડ રૂમમાં રેડ કરવામાં આવી હતી. ગાંધીનગર એ.સી.બી.ને માહિતી મળેલ કે મામલતદાર કચેરી ખાતે રેકર્ડ રૂમમાં નોધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.૫૦૦થી રૂ.૧૦૦૦ની લાંચ લેવામાં આવે છે.
જે આધારે વોચ રાખી, ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ નોંધો કાઢી આપવાના અવેજ પેટે ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦૦૦ની લાંચની માંગણી કરી, સ્વિકારી પકડાઇ જઇ ગુનો કરતા ACBએ આરોપી સંજયકુમાર ગાભાજી ઠાકોર, (પ્રજાજન) રેકર્ડરૂમ, મામલતદાર કચેરી, ગાંધીનગરને દબોચ્યો હતો. એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ લાંચનું છટકું ગોઠવનાર અધિકારી એચ. બી. ચાવડા,પો.ઈન્સ. ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટેશન હતા.