ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે. એ.જે. શાહે રાજીનામું આપી દેતા બંછાનિધિ પાનીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે થોડા દિવસ પહેલા અચાનક રાજીનામું આપ્યું હતું ત્યાર બાદ રાજ્ય સરકારે રાજીનામું સ્વીકારી લીધું છે અને આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન તરીકે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે.